નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ફેમ અભિનેત્રી સયાની ગુપ્તા ચર્ચામાં રહે છે
Mumbai, તા.૨૮
નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ફેમ અભિનેત્રી સયાની ગુપ્તા ચર્ચામાં રહે છે. સયાનીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના ઇન્ટિમેટ સીન્સ વિશે વાત કરી હતી. તેણીએ દાવો કર્યો છે કે એકવાર તેના એક કો એક્ટરે એક અંતરંગ દ્રશ્ય દરમિયાન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સયાનીએ એ પણ જણાવ્યું કે તે કો એક્ટરેએ તેની સાથે શું કર્યું.સાયનીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ડિરેક્ટરે કટ કહ્યા પછી પણ તેનો કો-એક્ટર રોકાયો નહોતો. તે તેણીને કિસ કરતો રહ્યો. અભિનેત્રીએ કહ્યું, ‘ઘણા લોકો આ (ઇન્ટિમેટ સીન)નો લાભ પણ લે છે. મારી સાથે પણ આવી ઘટનાઓ બની છે જેમાં એક એક્ટર સીન કટ કર્યા પછી પણ કિસ કરતો રહ્યો. આ પ્રકારનું વર્તન અભિનેતાને શોભતું નથી.સયાનીએ કહ્યું કે જ્યારે તે ગોવામાં ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની પહેલી સીઝનનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે ખૂબ જ મુશ્કેલ સીન શૂટ કરવાનો હતો. તેણી કહે છે, ‘મારે ટૂંકા ડ્રેસમાં દરિયા કિનારે રેતી પર સૂવું પડ્યું અને મારી સામે ક્રૂ સહિત લગભગ ૭૦ લોકો હાજર હતા. તે સમયે હું ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી હતી. કલ્પના કરો, તમે નાનો ડ્રેસ પહેર્યો છે, તમે આડા પડ્યા છો અને તમારી સામે ૭૦ માણસો ઉભા છે.