રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૩૪ સામે ૮૦૨૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૯૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૦૪૩ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૩૭ સામે ૨૪૪૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૫૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૪૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૧૫ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો.આજે ગુરુવારે પહેલા તો સેન્સેક્સ-નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી,પરંતુ અચાનક બજારમાં મોટો કડાકો દેખાયો.બીએસઈ સેન્સેક્સમાં ૧૩૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.જેની સાથે ફરી સેન્સેક્સ ૮૦,૦૦૦ ની સપાટીથી નીચે આવી ગયો. જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૪૦૦ પોઈન્ટ જેટલો ઘટાળો ૨૪૦૦૦ની સપાટીએ આવી ગયો. આવ્યો હતો.સેન્સેક્સ ૧૧૯૦ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૦૪૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૨૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૧૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૮ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૩૨૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં બજારમાં ગભરાટ વધતાં ફરી રિટેલ ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
ભારતીય શેરબજારમાં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે.ગઈકાલે અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતા.તેની અસર સેન્સક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી. મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા.
ગુરુવારે નિફ્ટી પીએસયુ બેન્કમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. તે ૦.૯૩%ના ઉછાળા સાથે ૬૮૪૭ ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ૦.૪૬% ના ઘટાડા સાથે ૨૧૭૨૯ ના સ્તર પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી ૦.૭૬% ના ઘટાડા સાથે ૫૧૯૦૭ ના સ્તર પર બંધ થયા છે. આ પછી નિફ્ટી ઓટો ૧.૬૩% નબળો પડીને ૨૩૧૩૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ટેકનોલોજીમાં સૌથી મોટો ૨.૩૯%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે ૪૨૯૬૯ના સ્તરે બંધ થયો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,અદાણી એન્ટર.,ઓબેરોઈ રીયાલીટી,બાટા ઇન્ડિયા,સિપ્લા,મહાનગર ગેસ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એસબીઆઈ કાર્ડ્સ,એયુ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૯ અને વધનારની સંખ્યા ૨૨૧૦ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજ દરોને કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે. યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬)માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી વૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮માં જીડીપી વૃદ્ધિ દર ૫% રહેવાની અપેક્ષા છે.વધતા જોખમો ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસિફિક માટે આર્થિક દ્રષ્ટિકોણને નબળો પાડી રહ્યા છે.
શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે. શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે.અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.
તા.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૦૮ પોઈન્ટ થી ૨૩૯૩૯ પોઈન્ટ,૨૩૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૫૦૫ પોઈન્ટ પ્રથમ અને ૫૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૧૩૩ પોઈન્ટ થી ૫૨૦૦૮ પોઈન્ટ,૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૮૩૨ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૫૩ થી રૂ.૨૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૦૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- બાટા ઇન્ડિયા ( ૧૩૭૨ ):- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૦ બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૪૦૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૯૬૨ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૮ થી રૂ.૯૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી લાઈફ ( ૬૫૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૪ થી રૂ.૬૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૯૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર અને યુટિલિટી વ્હીકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૯૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૯૮ થી રૂ.૨૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચડીએફસી બેન્ક ( ૧૮૦૪ ):- રૂ.૧૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૭૨૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.