New Delhi,તા.૨૯
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અજમેર શરીફ દરગાહના સર્વેની માંગ પર ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત, ભારતના મુખ્ય ન્યાયાધીશને અજમેર કેસની સંજ્ઞાન લેવા વિનંતી કરવામાં આવી છે.એઆઇએમપીએલબી કહ્યું કે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવી જોઈએ. અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે સ્થાનિક અદાલત આગળ આવા વિવાદો માટે માર્ગ ખોલે નહીં.
અજમેર દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરીને સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે તેને સુનાવણી માટે સ્વીકારી હતી. તેમજ અજમેર દરગાહ કમિટી, લઘુમતી બાબતોના મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે.એઆઇએમપીએલબીના પ્રવક્તાએ કહ્યું કે આવા દાવાઓ કાયદા અને બંધારણની ખુલ્લી મજાક છે.
એઆઇએમપીએલબીના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે એક નિવેદનમાં આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, ’પર્સનલ લૉ બોર્ડ દેશભરની વિવિધ અદાલતોમાં મસ્જિદો અને દરગાહ સામેના દાવાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આવા દાવાઓ કાયદા અને બંધારણની ખુલ્લી મજાક છે.
સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે આવા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ સુધી કોઈપણ પૂજા સ્થળની સ્થિતિ યથાવત રહેશે. મતલબ કે તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. ઇલ્યાસે કહ્યું કે, તેમણે ઝ્રત્નૈંને આ મામલાની તુરંત જ સ્વતઃ સંજ્ઞાન લેવાની અપીલ કરી છે.
રસૂલ ઇલ્યાસે કહ્યું કે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ કેસમાં સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત નીચલી અદાલતોને કોઈપણ વધુ વિવાદો માટે દરવાજા ખોલવાથી દૂર રહેવાની સૂચના આપો. તેમણે કહ્યું, ’સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાને કડક રીતે લાગુ કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની છે.’