Morbi તા.૩૦
મોરબીમાં રહેતી યુવાન ઓનલાઈન જુગારમાં ૫ લાખની રકમ હારી ગયો હતો અને તે રકમ ચુકવવા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજખોરોએ પાંચ કોરા ચેક લઈને આઈફોન પડાવી લઈને ધમકી આપી વ્યાજની ઉઘરાણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ બગથળા ગામ હાલ જલારામ સોસાયટી રવાપર રોડ મોરબી રહેતા વિનાયક મણીલાલ મેરજા (ઉ.વ.૨૦) નામના યુવાને આરોપીઓ કૃણાલ ઉર્ફે ભૂરો નીતેશ ઓગણજા, રાહુલ જારીયા, જયરાજ સવસેટા, મિલન પકભાઈ ફૂલતરીયા, માધવ જીલરીયા અને રાધે ડાંગર એમ છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૦-૦૨-૨૦૨૨ ની આસપાસ મોરબી નિર્મલ સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો ત્યારે ફરિયાદી વિનાયક ઉમિયા સર્કલ પાસે આવેલ મમ્મીના મામાના દીકરાનો દીકરો કૃણાલ ઓગણજાની ઓફિસે જતો હતો જ્યાં કૃણાલ પોતે ઓફિસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો અને વિનાયકને પણ ઓનલાઈન જુગારનો શોખ થતા કૃણાલે તેની ઓફિસે યુવાનના મોબાઈલમાં ઓનલાઈન જુગાર આઈડી બનાવી તે આઈડીમાં રૂ ૫ લાખ પોતાના આઈડીમાંથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા
ઓનલાઈન જુગારમાં યુવાન હારી જતા કૃણાલને રૂ ૫ લાખ આપવાના હતા જે સમયસર આપી ના સકતા પેનલ્ટી અને વ્યાજ ચડાવી ૭ લાખની માંગણી કરતો હતો કૃણાલની ઓફિસે ફાયનાન્સ વાળા મિત્રો જેમાં રાહુલ જારીયા, રાધે ડાંગર અને જયરાજ સવસેટા બેસવા આવતા હતા જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી જેથી ફરિયાદીએ જયરાજ સાથે ફોનમાં વાત કરી સ્ટાર આર્કેડ શોપિંગના પાર્કિંગમાં બેસવા બોલાવ્યો હતો અને એકાદ કલાક બેઠા બાદ જતો રહ્યો હતો બે દિવસ પછી જયરાજે ફોન કરી બે દિવસ પહેલા તું રૂ ૧૦ લાખ લઇ ગયો છે ક્યારે આપીશ કહેતા યુવાને ક્યાં રૂપિયા લીધા છે તેવું પૂછતાં તારા બાપને ફોન આપ કહ્યું હતું જેથી પિતાને ફોન આપતા રૂપિયા તો આપવા પડશે નક્કર તને ઉપાડી જશે તેવી ધમકી આપી હતી
જે બાબતે પિતાએ કૃણાલને વાત કરી જેથી તે જયરાજ સાથે વાત કરશે કહ્યું હતું અને ફોનમાં વાત કરી ફરિયાદીના પિતાને કહ્યું કે તમારા જયરાજને રૂપિયા ૧૦ લાખ તો આપવા જ પડશે તેનું નક્કી નહિ તે બોલે તે કરશે જેથી બીક લાગતા રૂપિયા ૮ લાખ બે દિવસમાં ભેગા કરી જયરાજને આપતા જતા જયરાજે કૃણાલને આપવાનું કહેતા કૃણાલને રૂ ૮ લાખ આપી દીધા હતા અને બાકીના ૨ લાખ થોડા દિવસોમાં આપવાનું કહીને નીકળી ગયા હતા
બાદમાં રાહુલ જારીયા, કૃણાલ વ્યાજના વધુ રૂપિયાની ઉઘરાણી કરી હેરાન કરતા જેથી મિલન ફૂલતરીયા પાસેથી નવેક માસ પૂર્વે રૂ ૫ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતા અને આજસુધીમાં મિલનને રૂ ૧૨.૫૦ લાખ વ્યાજ સહીત ચૂકવી આપ્યા છતાં રૂ ૧૭ લાખની માંગ કરી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે
બાદમાં રહલ જારીયા અને કૃણાલ તેમજ મિલન વ્યાજની ઉઘરાણી કરી હેરાન કરતા હતા જેથી માધવ જીલરીયા પાસેથી રૂ ૨ લાખ ૩૦ ટકા ચ્વ્યજે લીધા હતા અને આજસુધીમાં રૂ ૫ લાખ વ્યાજ સહીત ચૂકવ્યા છતાં રૂ ૪ લાખ માંગે છે બાદમાં રાધે ડાંગર પાસેથી રૂ ૧ લાખ ૬૦ ટકા વ્યાજે લીધા જેનું રૂ ૭૦ હજાર વ્યાજ ચૂકવી આપ્યા છતાં રૂ ૨.૫૦ લાખ માંગી ઉઘરાણી કરે છે તેમજ બળજબરીપૂર્વક ૫ કોરા ચેક અને આઈફોન પડાવી લઈને ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે