Surat,તા.૧
રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે. અહીં નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામ કરશે.
એન્ટી નાર્કોટિક્સ યુનિટ થકી નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવવામાં આવશે. અહીં ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સની લત છોડાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. સેન્ટરમાં જો કોઈ ડ્રગ્સનો બંધાણી આવશે તો પોલીસ તેની ઓળખ ગુપ્ત રાખશે. સાથે જ ડ્રગ્સના બંધાણીને નશામાંથી બહાર લાવવાના પ્રયત્ન કરાશે, તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. ડ્રગ્સની લતમાંથી બહાર લાવીને તેમનું જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, ડ્રગ્સની સામે સુરત પોલીસ પહેલાથી ચલાવી રહી છે “નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન”.
હવે સુરત પોલીસ સમાજ સેવાના કાર્યમાં પણ જોડાશે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી. સાથે જ નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારે હવે સુરત પોલીસ નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે સમાજ સેવાનું કામ પણ કરશે. ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરશે. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી સૌપ્રથમ સુરતમાં થશે.