Dhoraji તા.2
ધોરાજીના બ્રહ્મ સમાજના અગ્રણી અને નિવૃત મામલતદાર કિરીટભાઈ દામોદરભાઈ રાવલનું અવસાન થતા પરીવારજનોએ સ્વ. કિરીટભાઈના ચક્ષુદાન કરવા અંગે વહેલી સવારે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો. નીકુંજ ચોવટીયા, અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર અને નીતીન ચુડાસમાએ પોતાની સેવાઓ બજાવી હતી.
આ તકે રાજેશભાઈ રાવલ અતુલભાઈ બાંગોરીયા, દિપકભાઈ વ્યાસ, કલ્પકભાઈ દવે, ભાવીનભાઈ મહેતા, ભરતભાઈ વ્યાસ, પુરવભાઈ રાવલ તેમજ પરીવારજનો અને બ્રહ્મસમાજના અગ્રણી હાજર રહેલ હતા.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ રાવલ પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. કીરીટભાઈને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ 323મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશન માટે મો. નં. 98987 91774, 98987 15775 અને સરકારી હોસ્પીટલ ધોરાજીના પોન નં. 02824 220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.