Bihar,તા.૨
બિહારમાં સામુદાયિક આરોગ્ય અધિકારીની ૪૫૦૦ જગ્યાઓ માટે લેવાઈ રહેલી પરીક્ષામાં ગરબડ જોવા મળી રહી છે. બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટની ટીમે એક સાથે ૧૨ કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. તપાસ બાદ જે મામલો સામે આવ્યો તે ચોંકાવનારો હતો. સોલ્વર ગેંગ આ પરીક્ષામાં ગેરરીતિ આચરતી હતી. આમાં કેન્દ્ર સંચાલકોની પણ મિલીભગત હતી. ર્ઈેંંએ અનિયમિતતાના આરોપસર શાઈન ટેક પ્રાઈવેટ લિમિટેડના લોકો, ઓનલાઈન પરીક્ષા કેન્દ્રોના વડાઓ, ઓનલાઈન પરીક્ષા કેન્દ્રોના આઈટી મેનેજર, પરીક્ષા સંયોજકો અને આઈટી સપોર્ટ સ્ટાફ સહિત ૩૭ લોકોની અટકાયત કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સામુદાયિક આરોગ્ય અધિકારી માટે આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો પર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રોક્સી સર્વર, રીમોટ વ્યુઈંગ એપ્લીકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને સોલ્વર ગેંગને વાસ્તવિક સમયમાં ઓનલાઈન આધારિત પરીક્ષામાં અનધિકૃત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.