Midlands,તા.3
શુક્રવારે UKમાં રાજ સિદપારાને તેની ગર્લફ્રેન્ડની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એટલું જ નહીં લીસેસ્ટર પોલીસે પણ આ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે મહિલાના શરીરની 20 પાંસળીઓ તૂટી ગઈ હતી, આંખોમાં ઈજા પહોંચી હતી અને નાના મોટા ઓર્ગન ડેમેજ થયા હતા થતા માથાના ભાગથી લોહી વહેતું જ રહેતું હતું અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કોર્ટે આ નિર્દયતાભર્યા કૃત્ય કરનારા રાજને મોટી સજા ફટકારી છે.
ઈંગ્લેન્ડના ઈશ્ટ મિડલૈંડ્સમાં પોતાના ઘર પર જ ગર્લફ્રેન્ડને નિર્દયતાથી માર માર્યા બાદ હત્યા કરનારા ભારતીય મૂળના વ્યક્તિને UKની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. પોલીસે તપાસ બાદ આ ઘટનાક્રમને ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો કેસ ગણાવ્યો છે અને કહ્યું છે કે યુવતી સામે આ નિર્દયતાભર્યું કૃત્ય થઈ રહ્યું હતું એના થોડા સમય પહેલા જ જો મદદ મળી હોત તો એ જીવિત હોત.
લીસેસ્ટરના 50 વર્ષીય રહેવાસી રાજ સિદપારાને ગત સપ્તાહે લીસેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી બાદ તરનજીત ચૈગરની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો. લીસેસ્ટરશાયર પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાજને પેરોલ અંગે વિચાર કરાય એની પહેલા ઓછામાં ઓછી 21 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
આ કપલ લગભગ છેલ્લા પાંચ મહિનાથી રિલેશનશિપમાં હતું અને જ્યારે 6 મેના દિવસે બપોરે તરબત રોડ સ્થિત એમના ઘરે ઈમરજન્સી સર્વિસને બોલાવવામાં આવી ત્યાં સુધીમાં તરનજીતનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ ઘટનાક્રમ દરમિયાન યુવતીની બંને આંખોમાં ઈજા પહોચી હતી, માથમાંથી સતત લોહી વહી રહ્યું હતું અને 20 પાંસળીઓ તૂટી ગઈ હતી. આની સાથે યુવતીને શરીરના અન્ય ભાગોમાં પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોય એના નિશાન પણ મળી આવ્યા હતા.
જજ વિલિયમ હાર્બેજે કોર્ટમાં આરોપીને સંબોધીને કહ્યું કે અમે તમને સતત પૂછ્યું છે કે તમે ગર્લફ્રેન્ડ સાથે એ દિવસે શું કર્યું હતું અને કેમ કર્યું હતું, પરંતુ તમે એકપણ વાર આનો જવાબ નથી આપ્યો નથી.