Jamnagar,તા ૩
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી ઝડપી લેવાયો છે, અને તેની પાસેથી રૂપિયા એક લાખની કિંમતનું છોટાહાથી કબજે કરી લેવાયું છે. જે તેણે ફરિયાદી પાસેથી આંચકી લીધું હોવાનું જાહેર થયું હતું.
જામનગરના સીટી બી. ડીવીઝન પોલિસ મથકમાં તાજેતરમાં આઇ.પી.સી. કલમ ૫૦૪,૫૦૬(૨) તથા ગુજરાત નાણા ધીરધાર ની કલમ -૫,૩૯,૪૦,૪૨ મુજબનો એક ગુન્હો દાખલ થયો હતો. જેના આરોપી અનિરૂધ્ધસિંહ કિરિટસિંહ જાડેજા કે જેણે આ કેસના ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોવાથી તેની સામે આ ગુન્હો દાખલ થયો હતો, અને તેમાં પોતે ફરાર થયો હતો.
જે આરોપીને શોધી કાઢવા હનુમાન ગેઈટ પોલીસ ચોકી નો સ્ટાફ પ્રયત્નશીલ હતો, જે દરમ્યાન આરોપી અનિરૂધ્ધસિંહ કિરિટસિંહ જાડેજા નવાગામ(ઘેડ), માસ્ટર સોસાયટીમાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે વોચ ગોઠવી ઝડપી લીધો હતો.
જેણે ફરીયાદીનુ છોટાહાથી આંચકી લીધું હતું તે જી.જે. ૩૭ ટી. ૧૦૬૩ નંબરનું રૂપિયા એક લાખની કિંમતનું છોટા હાથી કબજે કરી લેવામાં આવ્યું છે, અને તેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.