ત્રણ વર્ષથી બીમારી ઉપરાંત વ્યાજખોરો સામે ઝઝૂમી રહ્યો છે પરિવાર
છતાં પોલીસ અને નેતાઓ સબ સલામતના ગાણા ગાતા નજરે પડે
Morbi,તા.04
મોરબીમાં વ્યાજખોરો કેટલી હદે બેફામ બન્યા છે તેના પુરાવા તાજેતરમાં જોવા મળી રહ્યા છે રેંજ આઈજીની ઉપસ્થિતિમાં યોજાયેલ મીટીંગમાં અનેક ફરિયાદો બાદ હવે પોલીસે ફરિયાદ નોંધવાનું શરુ કર્યું છે જેમાં બીમારી સબબ વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ઘરે જઈને પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના પંચાસર રોડ રાજનગરમાં રહેતા જયદીપ લાલજીભાઈ માણસૂરીયા (ઉ.વ.૩૬) નામના યુવાને આરોપી જયસુખ ઉર્ફે જશભાઈ મિયાત્રા રહે શકત શનાળા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજથી ત્રણેક વર્ષ પૂર્વે પિતાજીને મોઢાનું કેન્સર હોય તેમજ ફરિયાદી જયદીપને બ્લડ કેન્સર હોવાથી દવાખાનામાં સારવાર માટે અવારનવાર રૂપિયાની જરૂરત પડતી હતી જેથી જાણીતા મિત્ર જયસુખ મિયાત્રાને વાત કરતા રૂ ૨ લાખ આપ્યા હતા અને પંદર દિવસ બાદ બીજા રૂ ૨.૫૦ લાખ વીસ ટકા લેખે વ્યાજે આપ્યા હતા
જયસુખભાઈને તેના કુલ રૂ ૪.૫૦ લાખનું દર મહીને રૂ ૬૨ હજાર ચૂકવતો હતો ચારેક માસ વ્યાજ આપ્યું બાદમાં પિતાજીનું અવસાન થયું હતું તેમજ યુવાનની નોકરી જતી રહેતા વ્યાજ સમયસર ચૂકવી સકતા ના હતા જેથી જયસુખભાઈ અવારનવાર ફોન કરી યુવાન અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ બે વર્ષ પૂર્વે યુવાન બહારગામ ગયો હતો ત્યારે રાત્રીના નવેક વાગ્યે ઘરે આવી પત્ની પુનમબેનને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ગાળો આપી ત્રણ ફડાકા માર્યા હતા જે બાબતે પત્નીએ કહેતા જયસુખભાઈને ફોન કરી વાત કરતા ઘર પાસે આવી યુવાનને ગાળો આપી ઢીકા પાટું માર મારી છતી બતાવી બેન્કનો કોરો ચેક બાઉન્સ કરાવી કેસ કર્યો હતો જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે