Lucknow,તા.૪
રામ નગરી અયોધ્યામાં દરરોજ આવતા હજારો પ્રવાસીઓને ખાસ ભેટ આપવામાં આવી છે. અયોધ્યામાં બુધવારથી હોટ એર બલૂન સેવા શરૂ થઈ ગઈ છે. હવે પ્રવાસીઓ આઠ મિનિટ સુધી હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશે.
રામ કથા પાર્ક હેલિપેડ પરથી હોટ એર બલૂન ચલાવવામાં આવશે. આ સેવા પુષ્પક એડવેન્ચર અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે. સેવાનો આનંદ માણવા માટે પ્રતિ વ્યક્તિ ૯૯૯ રૂપિયાની ફી ચૂકવવી પડશે.
તેના દ્વારા રામનગરીમાં આવતા ભક્તો ઉપરથી હનુમાનગઢી અને કનક ભવન જેવા મંદિરોની સાથે રામ મંદિરના શિખરને પણ જોઈ શકશે. જો કે ભારે પવનને કારણે આજે હોટ એર બલૂન ઉડી શક્યું ન હતું.