વર્તમાન મ્યુનિ.કમિ.ડી.પી.દેશાઈ સહિત ૪ સનદી અધિકારીઓની બદલીના આદેશ
Rajkot , તા.૪
રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા રાજ્યમાં જુદા જુદા ૪ સ્થળોએ ફરજો બજાવતા સનદી અધિકારીઓની બદલીના આદેશ બહાર પાડેલ છે. જેમાં રાજકોટ મહાપાલિકાના કમિશ્નરની ઔડાના સી.ઈ.ઓ. પદે બદલી થતા તેમના સ્થાને ભરૂચના જીલ્લા કલેકટર તુષાર ડી.સુમેરાને નિયુક્ત કરાયા છે.
અન્ય અમલદારોની બદલીમાં નાગરિક પુરવઠા વિભાગના તુષાર ધોળકીયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષની ખાલી પડેલ જગ્યા પર નિયુક્ત કરાયેલ છે. જ્યારે ઈન્ડેકસ્ટ-બી.માં કાર્યરત ગૌરાંગ મકવાણાને ભરૂચ જીલ્લા કલેકટર પદે તેમજ ડી.પી.દેશાઈને અમદાવાદના ઔડા ઉપરાંત ગુડાનો વધારાનો કારભાર પણ સોંપવામાં આવેલ છે.