New York, તા.4
બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બર્ફે પરિવારના ચાર ફાઉન્ડેશનને 1.1 બિલિયન ડોલર એટલે કે લગભગ 1000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરીને ચર્ચામાં છે. દુનિયાના આ સાતમા અમીટ શખ્સની સંપતિ 150 બિલિયન ડોલર છે પણ તેઓ દિલના પણ અમીર છે.
આ અમીરી તેમણે ફરી પુરવાર કરી છે. તેમણે 1.1 બિલિયન ડોલરથી વધુ બર્કશાયર હેથવે સ્ટોક દાન કરી દીધો છે. 94 વર્ષના બફેટે આ બારામાં પોતાના શેરધારકોને એક પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે દરેક શેરધારક માતા-પિતાને સલાહ આપી છે કે માતા-પિતાએ બાળકો માટે એટલુ છોડી જવું જોઈએ કે કંઈપણ કરી શકે પણ એટલું બધું નહીં કે તેઓ કંઈ પણ ન કરી શકે.
આ પત્રમાં બફેટે વધુમાં લખ્યું છે- મારા માટે બધા માતા-પિતા માટે એક સૂચન છે, ભલે તેમની પાસે ઓછું કે વધુ ધન હોય. જયારે આપના બાળકો મોટા થઈ જાય તો હસ્તાક્ષર કરતા પેલા તેમણે તમારી નસીયત જરૂર વંચાવો અને એ નિશ્ચિત કરો કે દરેક સંતાન આપના નિર્ણયોના તર્ક અને આપના મૃત્યુ તેમની સામે આવનારી જવાબદારીઓને સમજી શકે છે.
બફેટને પોતાના બાળકો પર ભરોસો: બફેટે જણાવ્યું હતું કે તેના મૃત્યુ બાદ બાકી 99.5 ટકા સંપતિની કેવી રીતે વહેંચણી કરવામા આવે. તેમણે પોતાના બર્કશાયર હોલ્ડીંગ્સને સંભાળવા માટે પોતાના ત્રણેય સંતાનો- સુસી, હોવી અને પીટર પર ભરોસો કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે તેમની બચેલી સંપતિ દાન કરવામાં આવશે.
પોતાના બાળકો માટે શું કહ્યું: બફેટે પત્રમાં લખ્યું છે. મારા બાળકો 60 અને 70ની ઉંમર પાર કરી ગયા છે. જો તેઓ પિતાની મોત બાદ પણ જીવિત રહે છે તો તેઓ નકકી કરશે કે સંપતિનું કેવી રીતે દાન કરવું, પણ જો કોઈ સંજોગોમાં આવશે. આ કામ કરવામાં સક્ષમ નહી હોય તો તેના માટે પણ ઉત્તરાધિકારી ટ્રસ્ટીની નિમણુંક કરી છે તે મારા બાળકોથી પણ નાના છે.