Gondal, તા.5
અપહરણ તથા તરુણી ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને દોષમુકત કરતો હુકમ ગોંડલની અદાલતે આપ્યો છે.આ કેસની વિગત મુજબ, આરોપી ભરત નીરંજની વિરુદ્ધ અપહરણ તથા તરુણી ઉપર દુષ્કર્મ ગુજારવા બદલ આઈ.પી.સી. ની કલમ 363, 366, 376(2) (એન) તથા પોકસો 4,6 મુજબ ગુનો દાખલ થયો હતો.
જે કેસ ગોંડલની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટએ જુદી જુદી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો કરી હતી. જે ધ્યાને લઈ અદાલતે આરોપીને શંકાનો લાભ આપી તમામ ગુનામાંથી દોષમુકત કરેલ છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ નયનભાઈ આર. કારીયા, ભારતીબેન એન. કારીયા તેમજ સુવિદકુમાર એન કારીયા રોકાયેલ હતા.