Morbi,તા.05
મોરબીમાં યુવાનની વાવડી ચોકડી પાસે હત્યા કરવામાં આવી હતી જો કે, યુવાનની કોણે હત્યા કરી અને શા માટે હત્યા કરી તે સવાલ હતો જો કે, પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને હાલમાં હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે અને જે રાધે સેલ્સ એજન્સીમા ડ્રાયવર તેમજ સેલ્સમેન તરીકે મૃતક યુવાન નોકરી કર્યો હતો તેની જગ્યાએ પહેલા જે શખ્સ નોકરી કરતો હતો.
તેને મૃતક યુવાનની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં માથામાં પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીની વાવડી ચોકડીથી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હતો અને યુવાનની હત્યા થયેલ હાલતમાં લાશ મળી આવી હતી અને રાજેશભાઇ કાંતિલાલ જોષી રહે. પોરબંદર વાળાની હત્યા કરવામાં આવી હતી જો કે, હત્યા કોને કરી અને શા માટે કરી તે પ્રશ્ન હતો જેથી કરીને પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતી.
અને આ યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેથી તેના બોડીને રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પીએમ માટે લઈ ગયા હતા. જેમાં યુવાનની હત્યા માથામાં ઇજા અને ગળાટૂંપો આપવાથી થયેલ હોવાનું સામે આવ્યું છે.
જેથી એ ડિવિઝનમાં હત્યાનો ગુનો નોંધાયેલ હતો. અને પોલીસે જુદીજુદી ટીમો બનાવીને આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તેમજ મરણજનાર મોરબી માળીયા હાઇવે રોડ ઉપર કાવેરી સીરામીક સામે આવેલ રાધીકા સેલ્સ એજન્સી બાલાજી વેફરના હોલસેલના ફેરા કરતો હોય જેથી તે સ્થળથી મોરબી શહેરમાં આવતા રૂટના તમામ સી.સી.ટી.વી. ચેક કર્યા હતા.
અને “નેત્રમ ” સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા અગાઉ આજ રાધીકા સેલ્સ એજન્સીમા નોકરી કરતા આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજાને ચેક કરતાં શંકાસ્પદ જણાયેલ હતી અને બનાવ સમયે તેની હાજરી બનાવ સ્થળ પાસે જોવામા આવી હતી. તેમજ ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ આધારે સર્વેલન્સ સ્ટાફના રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા રાજદીપસિંહ ઝાલાએ આરોપી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે હોવાની હક્કિત મળી હતી જેથી તેને નવલખી ફાટક ઓવરબ્રિજ નીચેથી પકડી પાડીને પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને મૃતકને માથામાં પથ્થર મારીને હત્યા કરી હોવાની કબુલાત આપી હતી જેથી આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજા (32) રહે. નવલખીરોડ શ્રધ્ધાપાર્ક મોરબી મુળ રહે.ખાખરડા કલ્યાણપુર જીલ્લો દેવભુમીદ્રારકા વાળાની ધરપકડ કરલે છે
વધુમાં મળતી માહિતી મુજબ આરોપી યશપાલસિંહ અગાઉ રાધે સેલ્સ એજન્સીમા ડ્રાયવર તેમજ સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો જો કે, મેડીકલ કંડીશનના હિસાબે પોતે નોકરી છોડી દીધેલ હતી અને તેની જગ્યાએ જેની હત્યા કરવામાં આવી તેને નોકરી ઉપર રાખવામા આવેલ હતો જેથી તે યશપાલસિંહના રૂટ ઉપર ગાડી ચલાવતા હોય તે તેને ગમતુ ન હતું .
માટે આરોપી અને જેની હત્યા કરવામાં આવી તે યુવાન બંને વાવડી ચોકડીએ વાતચીત કરવા માટે ભેગા થયેલ હતા અને ત્યારે બંને વચ્ચે ઝઘડો થતા આરોપી યશપાલસિંહએ પથ્થરવડે યુવાનને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી હતી આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી.પાતળીયા તેમજ સ્ટાફના રાજદીપસિહ રાણા, કીશોરભાઇ મકવાણા, કિશોરભાઇ મિયાત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઇ ગરીયા, કપીલભાઇ ગુર્જર, રાજદીપસિંહ ઝાલા અને રમેશભાઇ કાનગડ દ્વારા કરવામાં આવી હતી.