Surat,તા.06
સુરતમાં આપધાતના વધુ ત્રણ બનાવોમાં વરાછામાં પતિએ થોડા સમય બાદ મોબાઇલ અપાવવાનું કહેતા પત્ની તથા સચીનમાં આર્થિક તકલીફ અનુભવતો હોવાથી યુવાન અને નાનપુરામાં કોઇ કારણસર ટેન્શનમાં યુવાને આત્મહત્યા કરી હતી.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં જવાહરનગરમાં રહેતી ૨૦ વર્ષીય નિતુ જીતેન્દ્ર કુસ્વાહ આજે ગુરુવારે સવારે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ ગઇ હતી. જોકે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે નિતુના પરિવારના સભ્યોએ કહ્યુ કે, નિતુ મુળ મધ્યપ્રદેશના મુરેનાની વતની હતી. તેના લગ્ન પાંચ માસ પહેલા થયા હતા. જોતે નિતુએ પતિ પાસે મોબાઇલ ફોનની માંગણી કરી હતી. જોકે તેના પતિએ તેને કહ્યુ કે એપ્રિલ માસમાં વતન જંઇ શુ, તે સમયે તેને મોબાઇલ અપાવવા કહ્યુ હતું. જેથી નિતુ નાસિપાસ થઇ જતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેના પતિ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે.
બીજા બનાવમાં સચીન રેલવે સ્ટેશન પાસે આગમનવકાર બિલ્ડીંગમાં રહેતો ૨૫ વર્ષીય રાહુલસિંહ અજયકુમારસિંહ આજે ગુરુવારે સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે, રાહુલસિંહ મુળ બિહારનો વતની હતો. તે છુટક મજુરી કામ કરતો હતો. તેને યોગ્ય કામ નહી મળતા નાંણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.
ત્રીજા બનાવમાં નાનપુરામાં કાદરશાળની નાળ પાસે જમાલ શાહ મહોલ્લામાં રહેતો ૩૫ વર્ષીય અરૃણ રામઅવતાર રાજભર ગત રાતે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં ગેલેરીમાં લોખંડનની ગ્રીલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યુ કે, તે મુળ ઉતરપ્રદેશમાં આંબડકેરના વતની હતા. ૩થી૪ વર્ષ પહેલા તેની પત્ની સાથે તેનો અણબનાવ બન્યો હતો. જેથી પત્ની છોડીને જતી રહી હતી. જોકે તે સફાઇ કામ કરતો હતો.