Surat,તા.૬
પાંડેસરા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સ્કેમના મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી કે રાવત છે. જેઓ ૭૦ હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા. પોલીસે આ સમગ્ર ઘટનામાં રસેસ સહિત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે રસેસ તેમજ તેની ગેંગ દ્વારા જો કોઈ વ્યક્તિ ડિગ્રીના અથવા તો ડિગ્રી રીન્યુઅલ ના પૈસા ના આપે તો તેમને ધાક ધમકી આપતા હતા જેથી પોલીસે આ ગેમવિરોધ અલગથી ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધ્યો છે
રૂપિયા ૭૦,૦૦૦ આપો અને ડિગ્રી લઈ જાઓ જો કોઈ પોલીસ કર્મી અથવા તો કોઈ હેરાન કરે તો તમારી પાછળ હું છું તેમ કહીને સમગ્ર રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સ્કેમનો પર્દાફાશ સુરત પાંડેસરા પોલીસે કર્યો છે. સુરત પાંડેસરા પોલીસે થોડા સમય પહેલા જ ત્રણ જેટલા તબીબો ને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાં તેમની ડિગ્રી ચેક કરતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું આ ડિગ્રી તેઓ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે આ બોગસ ડિગ્રી સુરતમાં રહેતા રસેસ ગુજરાતી અને બી.કે રાવત પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી જે રીતે આ ત્રણે બોગસ તબીબો દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમને અમદાવાદ ખાતે રહેતા બીકે રાવતને ત્યાં પણ મોકલી આપવામાં આવી હતી. જ્યાંથી પોલીસને કોરા બોગસ સર્ટી ૩૦, અન્ય બોગસ સર્ટિ ૧૦૦ તેમજ ૧૨૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયેલા તબીબો ની યાદી મળી આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવી હતી કે આ બોગસ સ્કેમ ચલાવનાર મુખ્ય આરોપીઓ દ્વારા બી.ઇ.એચ.એમ.ગુજરાત ..કોમ નામની વેબસાઈટ ચલાવવામાં આવી હતી જેમાં દરેક તબીબો નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું પરંતુ રજીસ્ટ્રેશન પહેલા તેમની પાસેથી ૭૦,૦૦૦ થી લઈ ૮૦,૦૦૦ સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા દરેક બોગસ તબીબોનો રીન્યુઅલ સર્ટી માટે ૫,૦૦૦ થી લઈ ૧૦,૦૦૦ વસૂલવામાં આવતા હતા. આ ગેગ દ્વારા ઈરફાન અને સોબીત નામના બંને આરોપીઓને રાખવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ દ્વારા રજીસ્ટ્રેશન ફી તેમજ રીન્યુઅલ ફી ઉઘરાવવામાં આવતી હતી જો કોઈ રિન્યુઅલ ફીઅથવા તો રજીસ્ટ્રેશન ફી આપવાની ના પાડે તો તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી.
પોલીસે આ સમગ્ર બનાવવામાં આચાર્ય આરોપીઓ વિરુદ્ધ ખંડણી અને ધાકધમકીનો પણ ગુનો નોંધ્યો છે. પકડાયેલ આરોપી પૈકી સમીમ અન્સારી પણ આરોપી રસેશ ગુજરાતી પાસે આ બોગસ ડિગ્રી લીધી હતી અને ભેસ્તાન વિસ્તારમાં ક્લિનિક શરૂ કરી દીધું હતું જો કે સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવને લઈને ભેસ્તાન પોલીસે બોગસ આરોપી એવા સમિમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી સમીમ લાજપોર જેલમાં ૧૦૮ દિવસ રહીને બહાર આવ્યો હતો. પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવવામાં બોગસ તબીબ સહિત ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. ઝી ૨૪ કલાકની ટીમ દ્વારા જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓની પાસેની જે ડિગ્રી છે તે ધોરણ ૧૦ ,૧૨ અને કોલેજ સુધીની જ છે. વધુમાં આરોપી રસસે જણાવ્યું હતું કે તેઓ તો રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ એલોપેથીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. આ સ્કેમ વર્ષ ૨૦૦૨ થી તેઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. જેથી પોલીસ દ્વારા મુખ્ય આરોપી રસેસ અને બીકે રાવત ના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરશે કારણ કે અત્યાર સુધી આ બંને આરોપીઓ દ્વારા ૧૨૦૦ થી વધુ લોકો પાસેથી ૭૦ હજારથી વધુની રકમ એટલે કે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જો જરૂર જણાવશે તો આ સમગ્ર બનાવવામાં ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.
પકડાયેલ આરોપી ડોક્ટરોમાં ૧.ડો.રસેસ ગુજરાતી,૨.ભુપેન્દ્ર રાવત,૩.ઈરફાન સૈયદ,૪.રાકેશ પટેલ,૫.આમીન ખાન,૬.સમીમ અસારી,૭.સૈયદ બસલ,૮.મો.ઇસ્માઇલ શેખ,૯.તબરીશ સૈયદ,૧૦.રાહુલ રાઉત,૧૧.શશીકાંત મહતોઉ,૧૨.સિદ્ધાર્થ દેવનાથ,૧૩.પાર્થ કલીપદનો સમાવેશ થયા છે