New Delhi, તા.7
પ્લેસીસ ઓફ વર્શીય એકટને પડકારતી અરજીઓના મામલે જ્ઞાનવાપી મસ્જીદ મેજેનમેન્ટ કમિટી તરફથી સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારના પ્લેસીસ ઓફ વર્શીય એકટને ગેરબંધારણીય જાહેર કરવાની માંગના પરીણામ ગંભીર અને દુરગામી હશે.
આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારો તરફથી માંગવામાં આવી રહેલી સર્વેની મંજુરીનાં કારણે દેશમાં વિવાદ ઉત્પન્ન થશે અને તેથી સાંપ્રદાયિક સદભાવને ખતરો પેદા થશે સાથે સાથે રૂલ ઓફ લોને ખતરો પેદા થશે.
પ્લેસીસ ઓફ વર્શીય એકટ 1991 ને પડકારતા મુખ્ય અરજી ભાજપ નેતા અને એડવોકેટ અશ્ર્વીની કુમાર ઉપાધ્યાયે 2020 માં દાખલ કરી હતી. જેના પર સુપ્રિમ કોર્ટે 2021 માં કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી જેના પર કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ જવાબ દાખલ નથી કર્યો. સુપ્રિમ કોર્ટ આ મામલે અનેકવાર કેન્દ્રને સમય આપી ચુકી છે. આ મામલાની સુનાવણી પેન્ડીંગ ચીફ જસ્ટીસની આગેવાનીવાળી બેન્ચ સમક્ષ પેન્ડીંગ છે.
ઉલ્લેખનીય છે કે, 1991 નાં આ એકટમાં એવી જોગવાઈ છે કે 15 ઓગસ્ટ 1947 ના પુજા સ્થળો કે ધાર્મિક સ્થળોની જે સ્થિતિ હતી તે જાળવી રાખવામાં આવશે.આ એકટ ધાર્મિક સ્વરૂપને બદલવાની માંગ કરતા કેસોને પ્રતિબંધીત કરે છે.
પોતાની અરજીમાં જ્ઞાનવાપી મેનેજમેન્ટ કમીટીએ કહ્યું છે કે, તે આ પ્રકારનાં અનેક કેસોમાં દાખલ સુટમાં પક્ષકાર છે અને એક હિતધારક છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે 1991 નાં અધિનિયમની ધારા 3 અને 4 અંતર્ગત નિષેધ છતા મસ્જીદને હટાવવાનાં દાવા કરે છે.