Dhoraji,તા.7
ધોરાજી ભગવતસિંહ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024 નિમિત્તે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદશન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યકમ યોજાયો હતો આ તકે વહીવટી તંત્ર દ્વારા કૃષિ આધારિત ખેતી કરનાર ખેડૂતો ને પ્રોત્સાહિત કરી ને બિરદાવેલ હતા.
આ તકે ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ રવિ વડાલીયા, ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શિંગાળા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામભાઈ હેરભા,કારોબારી ચેરમેન ભરતભાઈ મેર,તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા,જિલ્લા પંચાયત ના સભ્ય વિરલભાઈ પનારા,સાગર 707 પંપ વાળા દલસુખભાઈ વાગડીયા,ભાગ્યોદય સ્કૂલ ના ગોપાલભાઈ નારીયા સહિત તાલુકા ના આગેવાનો અધિકારી આંગણવાડી સ્ટાફ સહિતના લોકો હાજર રહેલ હતા.