માલવિયાનગર પોલીસમાં પતિ અને દિયર સામે ગુનો નોંધાયો
Rajkot,તા.09
શહેરમાં સત્ય સાંઇ રોડ પર માવતરના ઘરે રહેતી મહિલાને તેનો પતિ ત્રાસ આપતા હોય અને દિયર અવારનવાર હાથ પકડી બીભત્સ માંગ કરતો હોય જેથી કંટાળી પતિને જાણ કરતાં તું ખોટી છો કહી મારકૂટ કરી કાઢી મૂકતા તેને ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે મહિલાને ત્રાસ આપનાર પતિ, દિયર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આલાપ હેરિટેજ સોસાયટીમાં રહેતી જસ્મીનબેન હિતેશભાઇ માંડલિયા સાથે 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. દિયર નિલેશ અવારનવાર એકાંતમાં બીભત્સ માંગ કરતો હોય જેથી મહિલા લગ્નજીવન ન બગડે તે માટે વાત કરતી ન હતી. દરમિયાન તેના દિયરે તેનો હાથ પકડી લેતા તેને હાથ છોડાવી સસરા પાસે ચાલી ગઇ હતી અને હવે આવું કરશો તો પતિને વાત કરવાનું કહ્યું હતું. જેથી દિયરએ આ વાત કોઇને કહીશ તો તને બદનામ કરી દઇશ કહી બ્લેકમેઇલ કરીશ તેમ કહેતા તે ડરી ગઇ હતી. દિયર વધુ હેરાન કરતાં તેને પતિને વાત કરી હતી. જેથી તેના પતિએ પત્નીને મારકૂટ કરી અને મારા પર શંકાઓ કરતા હતા. ભાઇને ફોન કરી ઘરની બહાર નીકળતી નથી તમે એને અહીંથી લઇ જાઓ વાત કરતા મારા માતા-પિતાએ આવી તેના ઘેર લઇ આવ્યા હતા. બાદમાં મારા બાળકો અંગે પતિના ઘેર જઇને વાત કરતા તેને બાળકોને હું સાચવી લઇશ તું જા કહેતા માવતરના ઘેર આવી હતી. દરમિયાન તેના પિતાને તેને બોલાવી વાત કરી હતી કે તારા દિયરે વાત કરી હતી કે, તારે કોઇ બીજા સાથે સંબંધ છે કહી ખોટા આક્ષેપો કરી હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.