સોની વેપારી નું રૂ. ૨.૫૬ કરોડનું સોનું ઓળવી જવામાં બે ભાઈ સામે ગુનો નોંધાયો હતો
Rajkot તા.૧૦
બજારમાં દાગીનાનું કામ વધારવાના બહાને રાજકોટની સોની બજારમાં વેપારી પાસેથી રૂ. ૨.૫૬ કરોડનું ૩ કિલો૮૧૬ ગ્રામ સોનું ઓળવી જઇ વિશ્વાસઘાત, ઠગાઈ આચરવાના ગુનાની બે ભાઈઓ સામે નોંધાયેલી ફરિયાદમાં સેશન્સ અદાલતે એક આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરી છે.
આ અંગેની હકીકત મુજબ, ફરિયાદી શહેરના લક્ષ્મીવાડી માં રહેતા અને સોની બજારમાં જુની ગધીવાડ, , શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં શ્રી બંસીધર જવેલર્સના નામથી ધંધો કરતા આશીષભાઈ જાદવભાઈ નાંઢા એ ભગવતીપરા માં આરોપી ગૌરાંગદાસ તરુણદાસ તથા તેમના ભાઈ સૌરભદાસ તરૂણદાસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તમે જો મેટલ રોકો તો આપડે વેપારીઓને કહીને મોટે પાયે કામ ચાલુ કરીએ. અલગ અલગ તારીખે અને સમયે કુલ ૩૮૧૬.૮૪૦/- ગ્રામ ફાઈન સોનું જેની આશરે કિંમત રૂ. ૨.૫૬ કરોડથી સોનું દાગીના બનાવવા માટે લીધા બાદ આરોપી ગૌરાંગદાસે ‘‘મારી પત્નિની તબીયત ખરાબ છે જેથી હું તેને દવાખાને લઈ જવાનું છુ અને કાલે હું વર્કશોપ ઉપર આવીશ નહી‘‘ તેમ કહી બીજા દીવસે બંને આરોપીઓ ખોટા ઘરને તાળા મારીને ભાગી ગયા હતા અને બંનેએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખેલ હતા.જે અંગેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ગુનાના કામે પોલીસ દ્વારા ધરપકડથી બચવા આરોપી ગૌરાંગદાસ તરૂણદાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજીમાં આરોપી પોતે નિર્દોષ હોવાનું અને પોલીસે આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાની મુળ ફરીયાદીના વકિલ દ્વારા વિગતવારના જવાબ વાંધાઓ રજુ કરી આરોપીઓ પ્રિ-પ્લાનિંગથી કરોડો રૂપીયાનું સોનું લઈને ભાગી ગયા છે, જે સોનું હજુ સુધી રિકવર કરવાનુ બાકી છે. આરોપીને આગોતરા જામીન આપી ન શકાય તે મતલબની સરકારી વકીલની દલીલો તથા પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ સોગંદનામુ વગેરે ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી ગૌરાંગદાસની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો છે. આ કામે ફરીયાદી ધારાશાસ્ત્રી દિલીપ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનીતા રાજવંશી તથા સરકાર તરફે એપીપી કમલેશ ડોડીયા રોકાયા હતા.