Surendranagar તા.૧૦
સી.યુ.શાહ કોલેજના મેડીકલ કોલેજના ફીઝીશીયન, સર્જન, ગાયનેક, પીડિયાટ્રીશીયન, ઓર્થોપેડીકસ, ઈ.એન.ટી., ડરમેટોલોજીસ્ટ સહિતના તઝજ્ઞ ડૉકટર્સ સેવા આપશે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા ’આયુષ્યમાન ભારત અંતર્ગત જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું વહેલું નિદાન તથા ત્વરીત સારવાર થાય તે હેતુ માટે તા.૧૨-૧૨-૨૦૨૪ને ગુરૂવારે સવારના ૯ થી બપોરે ૧ કલાક સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર, વઢવાણ, જિ.સુરેન્દ્રનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર, વઢવાણ દ્વારા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ હેલ્થ મેળામાં સી.યુ.શાહ કોલેજના મેડીકલ કોલેજના તઝજ્ઞ ડૉકટર્સ સેવા આપનાર ફીઝીશીયન દ્વારા તાવ, શરદી, ખાંસી, હહૃય રોગ, ડાયાબીટીસ, બી.પી.ની તપાસ,એપેન્ડીકસ, શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ, સારણગાંઠની તપાસ, સગર્ભાવસ્થાને લગતી તકલીફો તથા સ્ત્રી રોગોની તપાસ ગાયનેક સર્જન, પીડિયાટ્રીશીયન કૂપોષણ, કૃમિ, કાકડા તથા બાળકોના રોગોની તપાસ ઓર્થોપેડીકસ હાડકા તથા સાંધાને લગતા રોગોની સારવાર, ઈ.એન.ટી. દ્વારા કાન, નાક, ગળાના રોગોની તપાસ, ડરમેટોલોજીસ્ટ દ્વારા ધાધર, ખરજવું, કૃષ્ઠરોગ જેવા ચામડીના રોગોનું નિદાની સેવા લેવા વઢવાણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા સામુહિક આરોગ્ય કેન્દ્ર, વઢવાણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.