Jamnagar,તા.૧૧
જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા વૃદ્ધ મહિલાને કોર્પોરેશનમાં કામ કરતાં સેનેટરી સબ-ઇન્સ્પેકટરે કહ્યું કે હું તને નોકરીમાં સરળતા કરી આપીશ અને હેરાનગતી નહીં કરવાનાં અવેજી પેટે કર્મચારીએ લાંચ માંગી હતી.
ફરિયાદી રવજી મગનભાઇ પરમારના દાદી જામનગર મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે આરોપી સેનેટરી સબ-ઇન્સ્પેકટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ કુલ રૂપિયા ૨૨,૫૦૦/ની રકમ માંગણી મૂકી હતી. આજ રોજ સાંજ સુધીમાં લાંતની રકમ આપી દેવા જણાવેલ હતું.
જે લાંચની રકમ રવજી પરમાર આપવા માંગતા ન હોય તેમણે જામનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. છઝ્રમ્ એ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના આ છટકા દરમિયાન સેનેટરી સબ-ઇન્સ્પેકટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ રવજી પરમાર સાથે વાતચીત કરી લાંચની રકમ રૂપિયા ૨૨,૫૦૦/- સ્વીકારી હતી. રકમ પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગેલ જે વખતે તેઓને શંકા જતા પરમારને લાંચની રકમ પરત આપી દીધેલ અને ઓફિસે જઈ પોતાના સાહેબ વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૨૨૫૦૦/- સ્વીકારતા ઝડપાઈ ગયેલ હતાં.
આમ, બંને આરોપી એકબીજાની મદદગારી કરી, પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી, લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જઈ ગુનો કરેલ છે. એસીબી દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.