Morbi,તા.12
મોરબીમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના વતની મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચે મોબાઈલ પર સંપર્ક કરી બેંક ખાતામાં રૂપિયા ૩૮.૨૨ લાખ મેળવી લીધા બાદ ફ્રેન્ચાઇઝી નહિ આપી તેમજ રૂપિયા પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે
મૂળ આંધ્રપ્રદેશના વતની અને હાલ મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે રહેતા રાજલક્ષ્મીબેન બાલાજીરાવ શિવાપ્રસાદરાવ પ્રીંજલા નામની મહિલાએ મોબાઈલ ધારકો તેમજ બેંક ખાતા ધારકો સહિતના પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોબાઈલ ધારક ૯૦૩૮૬ ૫૭૫૭૨ વાળાએ તા. ૧૮-૦૭-૨૦૨૪ થી તા. ૦૩-૧૦-૨૦૨૪ દરમિયાન KFC કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી ફરિયાદી મહિલા પાસેથી અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં રૂ ૩૮,૩૨,૨૯૯ નું રોકાણ કર્યું હતું બાદમાં આજદિન સુધી ફ્રેન્ચાઈઝી આપી નથી તેમજ રોકાણ કરેલ રૂપિયા પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે