Washington, તા.13
એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રેએ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે, જેના પર ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી કે, અમેરિકા માટે સારા દિવસો.
રેએ જણાવ્યું હતું કે, જો બાઈડનનો કાર્યકાળ ખતમ થયા બાદ જ જાન્યુઆરીમાં રે એફબીઆઈનું નિર્દેશકનું પદ છોડી દેશે. ક્રિસ્ટોફર રેનું આ એલાન ત્યારે આવ્યુ, જયારે ટ્રમ્પે એક સપ્તાહ પહેલા જ એફબીઆઈના નવા નિર્દેશક તરીકે કાશ પટેલની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટોફર રે પાસે તેના 10 વર્ષના કાર્યકાળમાંથી ત્રણ વર્ષનો સમય બચ્યો છે. જો કે ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઈના નવા નિર્દેશક તરીકે જાહેરાત કરી ત્યારે જ ચર્ચા હતી કે, ક્રિસ્ટોફર સમય પહેલા જ રાજીનામુ આપી દે.
ક્રિસ્ટોફરના એલાન પર ટ્રમ્પે રિએકશન આપતા લખેલું – અમેરિકા માટે સારા દિવસો ‘અન્યાય વિભાગ’નું શસ્ત્રીકરણ બંધ થશે.

