Rajkot,તા.13
શહેરના વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા ને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા વંથલીના ટીનમસ ગામના રાહુલ હૂંબલ નામના બસ ડ્રાઈવર ને અદાલતે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે
બનાવ અંગે રાજકોટના વાવડી ગામ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ લાખા હૂંબલ (રહે. ટીનમસ, વંથલી) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હતી. પોલીસ ફરિયાદમાં જણાવે પ્રમાણે તેના પતિ અને બે સંતાન સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં રહે છે તેઓ વર્ષ 2022 માં જૂનાગઢ ભવનાથ માનતા ઉતારવા જવા તે ગોંડલ ચોકડી પર આવી હતી.ખાનગી બસમાં જૂનાગઢ જવા માટે બેસેલ ત્યારે તેમાં ડ્રાઇવર તરીકે રાહુલ હતો. બંનેએ અરસપરસ નંબરની આપલે કરી હતી. ફરિયાદી ને જન્મેલ બાળકનું મોત નિપજતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ત્યારે આરોપીએ તેમને પોતાના ગામ ટીનમસ લઇ મિત્રની પત્ની છે તેવું કહ્યું હતું. તું તારા પતિથી છૂટાછેડા લઈ લે હું મારી પત્નીથી છૂટો થઈ જઈશ કહી ત્યારે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. પતિ સાથે ગયા સપ્ટેમ્બર મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતાં. પરંતુ તે તેની પત્ની સાથે છૂટાછેડા લેતો ન હતો. ગઈ તા.5 ની મોડી રાતે તે દારૂના નશામાં ઘરે ઘસી આવેલ અને દરવાજો ખખડાવતા તેમને દરવાજો ન ખોલતાં તે ધરારથી ઘરમાં ઘુસી તેમની સાથે બળજબરી કરી મારમારી શરીરે બચકા ભર્યા હતાં. જેથી પોતે પોતાનો જીવ બચાવી રાતના સમયે બજારમાં ભાગી હતી. આરોપી પણ તેમની પાછળ જ હતો. મહિલા વાવડી ચોકીએ પહોંચી જતાં આરોપી ભાગી ગયો હતો.અંતે આરોપી અને તેના પરિવારના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે રાહુલ હુંબલની પોલીસે ધરપકડ કરી હતી આરોપીનો રીમાન્ડનો સમાપ્ત થતા તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો. ત્યારબાદ આરોપી રાહુલ હુંબલે વકિલ અંશ ભારદ્વાજ મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ અંશ ભારદ્વાજ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, મોડી ફરીયાદ નોંધાવેલ છે તેમજ ભોગબનનારે યોજનાબદ્ધ કાવતરૂ રચી ફરીયાદ નોંધાવેલ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજીનાં કામે ભોગબનનાર અને આ કેસના આરોપીનું નીવેદન નોંધવામાં આવેલ હતું અને આરોપીની અટક કરી તેઓ વિરૂદ્ધ ચેપ્ટર કેસ દાખલ કરી જામીન મુકત પણ કરેલ હતા. માત્રને માત્ર આરોપીને ખોટી રીતે હેરાન કરવા અને આર્થિક લાભ મેળવવાના ઈરાદે હાલની ખોટી ઉભજાવી હકિકતોવાળી ફરીયાદ આરોપી વિરૂદ્ધ નોંધવામાં આવેલી છે.ભોગબનનાર ઘણા વર્ષોથી રાહુલ ના પરીવારને ઓળખે છે. ભોગબનનાર પુખ્ત વયના સ્ત્રી છે દલીલોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ પણ રજુ રાખેલા હતા.ઉપરોકત દલીલોને ઘ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન મુકત કરવા માટેનો હુકમ ફરમાવેલો હતો.
આ કામના આરોપી રાહુલ લાખાભાઈ હુંબલ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ,
ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબા૨, ૨ાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા.