Rajkot,તા.13
શહેરમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં 20,000 ની કિંમતના 41 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂપિયા 70,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ થર્ટી ફર્સ્ટ પૂર્વે શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર જાય આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે.હુણ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મયુરનગર શેરી નંબર 10માં રહેતા કરણસિંહ સુભાષિત ઠાકોર gj 3 80 98 પછી નંબરની એક્સેસ મોટર સાયકલમાં આવી રહ્યા ની એક કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા ને મળેલી બાતમીના આધારે કુવાડવા ગામ પાસે વોટ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરના એક્સેસ મોટરસાયકલને અટકાવી તલાસી લેતા શેમાંથી રૂપિયા 11,766 ની કિંમતની 29 બોટલ સાથે કરણસિંહ ઠાકોરની ધરપકડ કરી રૂપિયા 61 700 નો મુદાવલ કબજે કર્યો છે. જ્યારે અક્ષર માર્ગ પરાટ સ્કુલ પાછળ ગૌતમ નગરમાં રહેતો ધવલ દિલીપ ચૌહાણ નામનો પોતાના ઘર નજીક વિદેશી દારૂ સાથે કોન્સ્ટેબલ યુવરાજસિંહ મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂપિયા 8,000 ની કિંમતની 12 બોટલ વિદેશી દારૂ સાથે ધવલ ચૌહાણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.