શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે, તેમાંય મમદપુરામાં આવેલા વૈભવી બંગલોમાં રહેતા લોકો તસ્કરોથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
Ahmedabad, તા.૧૪
શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. તેમાંય મમદપુરામાં આવેલા વૈભવી બંગલોમાં રહેતા લોકો તસ્કરોથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાં તસ્કરોનો આતંક વધ્યો છે. તાજેતરમાં આઠેક મકાનોમાં તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના બન્યા બાદ વધુ એક વાર તસ્કરો ત્રાટક્યા છે. બીજી બાજુ, ચાંદખેડામાં ત્રણ બંગલોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ઉપરાંત, અંજલિ ચાર રસ્તા નજીક એક મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે તસ્કરો ૧.૯૭ લાખની મતા ચોરી ગયા હતા. આમ, શહેરના અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ લાખોની મતા ચોરી ગયા છે. મકરબા મમતપુરા ગામમાં ટોરેન્ટવાળા બંગલોની બાજુમાં નેહાબેન અગ્રવાલનો બે વર્ષથી બંગલો બની રહ્યો છે. ત્યાં પાલડીમાં રહેતા સૌરીનભાઇ મહેતા સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે. અહીં રહેતા સુપરવાઇઝર રમણભાઇએ ફોન કરીને બંગલોમાં ચોરીની જાણ કરતા તમામ લોકો તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરી તો બંગલાના રૂમના દરવાજાનું લોક તૂટેલુ હતું. ત્યાં લગાવેલા ઝ્રઝ્ર્ફ તપાસતા રાત્રે બે વાગ્યે ત્રણ ચોર આવતા જણાયા હતા. બંગલાની દીવાલ કૂદીને આવેલા તસ્કરોએ ૩.૬૮ લાખના ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરી હતી. આ મામલે જાણ કરાતા સરખેજ પોલીસે ગુનો નોંધી ઝ્રઝ્ર્ફને આધારે તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં વિસત હાઇવે નજીક વિસામો સોસાયટીમાં કલ્પેશભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમના મકાનની બારી તોડી તસ્કરો ઘૂસ્યા હતા અને ઘરમાંથી ૧.૨૦ લાખ રોકડા ચોરી કર્યા હતા. પાડોશમાં રહેતા રીમાબેન પટેલ(રહે. સાયન્સ સિટી)ના બંગલોમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અંજલિ ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપની સામે વિસનગર રબારીવાસમાં રહેતા દિનેશભાઇ દેસાઇ પરિવારજનો સાથે સૂઇ ગયા હતા. સવારે ઊઠ્યા ત્યારે મકાનની નીચેના માળનું તાળું તૂટેલું હતું. તસ્કરોએ રાત્રે ઘૂસીને ચોરી કરી હોવાનું જણાયું હતું. દિનેશભાઇએ તપાસ કરી તો ઘરમાંથી ૧.૯૭ લાખના દાગીનાની ચોરી થઇ હતી.