Morbi તા.૧૪
હસનપર જાલી ચોકડી પાસે રીક્ષામાં બેસી બે મહિલા જતી હતી ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રીક્ષામાં સવાર બંને મહિલા મુસાફરને ઈજા પહોંચતા બનાવ મામલે ફરિયાદ નોંધાઈ છે
થાનગઢ આંબેડકરનગર ૨ માં રહેતા મંજુબેન ભીખાભાઈ પારઘી (ઉ.વ.૫૫) વાળાએ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મંજુબેન અને દાનીબેન બંને રીક્ષામાં બેસી થાનથી વાંકાનેર તરફ જતા હતા ત્યારે હસનપર જાલી ચોકડી પાસે અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મંજુબેન અને દાનીબેનને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે