Morbi તા.૧૪
વાંકાનેર તાલુકાના જાલીડા ગામે મજુરી કરતું શ્રમિક દંપતી ખરીદી કરવા વાંકાનેર શહેરમાં ગયું હતું ત્યારે તેનો દીકરો પરિવારથી વિખુટો પડી ગયો હતો જે બાળકનું માતા પિતા સાથે સુખદ મિલન કરાવી વાંકાનેર સીટી પોલીસે સરાહનીય કામગીરી કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બે વર્ષનું બાળક મળી આવ્યું હતું જેની તપાસ કરતા બાળક શીવાંક (ઉ.વ.૦૨) વાળો હોવાનું અને તેના પિતા રોહિત શ્યામલાલ કોહલી અને માતા આશાદેવી રોહિતભાઈ કોહલી હોવાનું જાણવા મળ્યું હતું જે પરિવાર મૂળ મધ્યપ્રદેશનું વતની છે અને હાલ જાલીડા પાસે રોયલ ઇન્ફોરર્મ ખાતે નોકરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું જેથી વાંકાનેર સીટી પોલીસે માતા પિતાનો સંપર્ક કરી બાળક તેમને સોપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું