Mumbai તા.૧૪
કોટક સિક્યોરિટીઝ લિમિટેડે ૨૦૨૫ માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ આજે રિલીઝ કર્યો હતો. કોટક સિક્યોરિટીઝે જે રિપોર્ટ લોન્ચ કર્યો છે તે રોકાણકારો આગામી વર્ષમાં નજર રાખી શકે તેવા ઇક્વિટી, કોમોડિટીઝ અને કરન્સી આઉટલૂક સાથે મેક્રો-ઇકોનોમિક દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડે છે. કોટક સિક્યોરિટીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે ભારતે વિશ્વના સૌથી ઝડપતા મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું છે જે તેને વૈશ્વિક રોકાણકારો માટે અનિવાર્ય રોકાણ સ્થળ બનાવે છે. અમે ભારતની લાંબા ગાળાની વિકાસ સંભાવનાઓ અંગે આશ્વસ્ત છીએ ત્યારે અમે રોકાણકારોને સાવચેતીભર્યા આશાવદ સાથે બજારમાં પ્રવેશ કરવાની સલાહ આપીએ છીએ. અમે જોઈ શકીએ છીએ કે ૨૦૨૫માં ઇક્વિટી માર્કેટને વધુ ગતિ મળશે અને કોમોડિટીઝ ઐતિહાસિક શ્રેષ્ઠ સ્તરને પાર કરશે. આ ઉપરાંત, વહેલા સંપત્તિ ઊભી કરવા માટે સ્ટોક માર્કેટમાં પ્રવેશી રહેલા યુવા રોકાણકારોમાં થઈ રહેલી વૃદ્ધિથી પણ એકંદરે બજારની વૃદ્ધિ થશે.
ઇક્વિટી માર્કેટઃ મધ્યમથી લાંબા ગાળા માટે વ્યાપક બજારમાં હળવો વધારો અપેક્ષિત સ્થાનિક ફંડામેન્ટલ્સ મજબૂત રહેશે પરંતુ સાવચેતીભર્યો આશાવાદ જરૂરી છે. લાંબા ગાળાના રોકાણકારોએ સમૃદ્ધ વેલ્યુએશન સાથે ક્વોલિટી એસેટ્સ પર ધ્યાન આપવું જોઈએ. નાણાંકીય નીતિઓ હળવી થવા સાથે અને અમેરિકા, યુરોપ અને એશિયામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના છે ત્યારે વૈશ્વિક અર્થતંત્રો સ્થિર થઈ રહ્યા છે. સ્થાનિક મોરચે, ફુગાવો ઉચ્ચ રહે છે, ખાસ કરીને ખાદ્યાન્ન કિંમતોમાં. ફુગાવો લક્ષ્યાંક કરતાં ઉપર રહે છે છતાં જીડીપીમાં એકાએક ઘટાડો ફેબ્રુઆરીની નીતિમાં વ્યાજ દરમાં કાપની સંભાવના વધારી શકે છે.
કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીના સેક્ટર લીડર્સમાં રિયલ્ટી (૩૧ ટકા+), ફાર્મા (૩૦ ટકા+) અને પાવર (૨૬ ટકા+) સમાવિષ્ટ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોએ એકંદરે નબળી વૃદ્ધિ દર્શાવી છે જેમાં બેંકિંગ અને કેપિટલ ગુડ્સમાં નોંધપાત્ર પર્ફોર્મન્સ જોવાયું છે જ્યારે આઈટી અને કન્યુમર કંપનીઓએ નબળો દેખાવ કર્યો છે. નિફ્ટી આઉટલૂક અને લક્ષ્યાંકોઃનિફ્ટીના નાણાકીય વર્ષ ૨૫ના આવકની વૃદ્ધિ અંદાજિત ૪.૯ ટકા છે, ત્યારબાદ નાણાકીય વર્ષ ૨૬માં ૧૬.૩ ટકા અને નાણાકીય વર્ષ ૨૭માં ૧૪ ટકાનો અંદાજ છે