Rajula તા.૧૪
અમરેલીના નવનિયુક્ત એસપી સંજય ખરાટની સુચનાથી રાજુલામાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી. રાજુલા પીઆઇ વિજય કોલાદરા સહિત પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીએ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરના હોસ્પિટલ સર્કલ તથા જાફરાબાદ રોડ પર કાશીબા હોસ્પિટલ નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવેલ હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નિયમ ભંગ કરનાર વાહનચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર દંડની વસુલાત કરી હતી. જેમા રાજુલા પોલીસ દ્વારા એન.સી.પાવતી ૮૪ દંડ રૂ. ૨૪,૨૦૦ તથા એમ.વી. એક્ટ-૨૦૭ મુજબ ૩ વાહન ડીટેઇન તેમજ એમ.વી.એક્ટ-૧૮૫ કેસ-૧ કુલ પોલીસે ટ્રાફિક ડ્રાઇવમાં રૂપિયા ૨૪,૨૦૦ ના દંડની વસુલાત કરાઇ હતી. આ સાથે પોલીસની ટ્રાફિક ડ્રાઇવ યોજાતા વાહનચાલકોમા ફફડાટ ફેલાયો હતો. આ ટ્રાફિક ડ્રાઇવમાં પીઆઇ વિજય કોલાદરા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.