Bhavnagar તા.૧૪
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન ડોન ચોક ડોકટર હોલ પાસેથી કારમાથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને દારૂની ૪૮૦ બોટલ તથા કાર મળી કિંમત રૂપિયા ૨.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે, વિક્રમભાઈ રણુભાઈ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગર વાળો તેની સફેદ કલરની કારમાં બહારથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી ડોન ચોક ડોકટર હોલ પાસેથી પસાર થનાર છે, જે બાતમી આધારે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ નંગ- ૪૮૦ કિં.રૂ.૬૯,૬૦૦, આર.સી.બુક, પી.યુ.સી. સર્ટીફીકેટ, ટેક્ષ ઈનવોઈસ, વિમા પોલીસી તથા સફેદ કલરની કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૬૯,૬૦૦ નો મુ્દામાલ સાથે વિક્રમભાઈ રણુભાઈ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગર વાળોને ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.