Gir Somnath તા.૧૪
ગીર સોમનાથ જિલ્લા પોલિસવડા મનોહરસિંહ જાડેજાની આગેવાની નીચે એસ.ઓ.જી. એલ.સી.બી, દરિયાઈ સીમાને સાંકળતા પોલીસ સ્ટેશનો તથા કોસ્ટગાર્ડ, ફીસરીઝ, પોર્ટ, એલ.આઈ.બી. સહિતની વિવિધ ટુકડીઓ સજાગ અને સ્ટેન્ડ ટુ પોઝીશમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ હેઠળ દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે. શંકાસ્પદ કે જરૂર લાગે તેવી બોટના ડૉક્યુમેન્ટ, બોટમાં કોણ કોણ છે, શું છે તેની પૂછપરછ પણ હાથ ધરાઈ છે તથા ડમી બોટ સાથે મોકડ્રીલ પણ યોજાઈ હતી.વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ઝેડ પ્લસ સુરક્ષાચક ધરાવતું હોઈ તેને પણ આ સુરક્ષા કવાયતમાં આવરી લેવાયું છે. આ ડ્રીલથી સંભવિત આપત્તિ સામે પ્રતિકાર કરવા માટે તંત્ર કેવું સજજ છે. તેની ચકાસણી કરવા અને તેમાં ક્ષતિ હોય તો તે નિવારવા અને જો કોઈ તાકીદનો સમય ભવિષ્યમાં ઉભો થાય તો કેટલી ઝડપે અને કેટલી અસરકારક રીતે તંત્ર તવરીત ભૂમિકા ભજવે છે. તેનું પ્રત્યક્ષ નિર્દેશનનો અનુભવ કેળવાતો હોય છે. જેમાં સારી કામગીરીને પ્રોત્સાહન અને ક્ષતિગ્રસ્ત કામગીરી બદલ ઠપકો કે પગલાં લઈ તંત્રની સજાગતા સતર્કતા મજબૂત દ્દઢ અને જડબેસલાક બનાવાય છે. પોલીસ સહિતનો કાફલો આદ્રીથી છેક નવાબંદર સુધીનો દરિયો હથિયારબંધ જવાનો સાથે ખૂંદી રહ્યો છે.