Surat,તા.૧૪
સુરતમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા છે. વરાછા પોલીસે બે નકલી ડોક્ટર અને એક કંપાઉન્ડરની ધરપકડ કરી છે. જુગલ બિશ્વાસ અને મિલન બિશ્વાસની પોલીસે ધરપકડ કરી છે. બંને સગા ભાઈએ વરાછા રોડ પર દવાખાના ખોલી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા હતા. જુગલ બિશ્વાસ સુરભી કોમ્પ્લેક્ષમાં દવાખાનું ખોલી દવા આપતો હતો. મિલન વિશ્વાસ નેચરો હર્બલ ક્લિનિકનાં નામે ક્લિનિક ખોલી રોગ નિદાન કરતો હતો. બંને નકલી ડોક્ટર માત્ર ૧૨ પાસ હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરતના પાંડેસરામાં શ્રમિકોની ભોળપણનો લાભ ઉઠાવનારા ૧૫ નકલી તબીબોની પોલીસે ધરપકડ કરી હતી. આ નકલી તબીબો શ્રમિકોની વસાહતમાં કોઈપણ ડિગ્રી વિના દવાખાનું ચલાવતા હતા. સુરત પોલીસ કમિશનરના આદેશથી ગેરકાયદેસર પ્રવૃત્તિં સામે પોલીસે લાલ આંખ કરી છે જેને લઈને સુરત પોલીસ ર્જીંય્ અને આરોગ્યવિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. પોલીસે ડમી દર્દી બનીને દરોડા પાડીને ૧૫ નકલી તબીબોનો પર્દાફાશ કર્યો હતો. નકલી તબીબોને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત બોગસ તબીબોનું મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડ કેસમાં મેડિકલ સર્ટિફિકેટના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપીઓએ મિકેનિકને પણ ડોક્ટર બનાવ્યો અને રાઈસ ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિને પણ ડોક્ટર બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે ડ્ઢઝ્રઁ ઁ એ પણ નિવેદન આપતા જણાવ્યું છે કે, ઠગબાઝ રસેશના મોબાઈલ ડેટા ચેક કરવામાં આવ્યા છે. જેમાં આરોપી સોફ્ટવેરની મદદથી મેડિકલ સર્ટિફિકેટ બનાવતો હોવાનું પણ ખૂલ્યું છે. સમગ્ર મામલે ડ્ઢઝ્રઁ વિજય સિંહ ગુર્જરે જણાવ્યું છે કે, આરોપીઓ પર વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે ઠગબાઝ રસેશના મોબાઈલ ડેટા ચેક કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા જે લોકોએ તબીબ બનવું હોય તેવા લોકોના ધો.૧૨ પાસનું સર્ટિ આપવામાં આવતું હતું. આ સાથે સુરતથી પુરાવા અમદાવાદના બી.કે.રાવતને મોકલવામાં આવતા હતા અને રસેશે એક સોફ્ટવેરની મદદથી મેડિકલ સર્ટિફિકેટ બનાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડ્ઢઝ્રઁ વિજય સિંહ ગુર્જરે જણાવ્યું છે કે, ઠગબાઝ રસેશના મોબાઈલ ડેટા ચેક કરવામાં આવ્યા છે. જેમાં આરોપી સોફ્ટવેરની મદદથી મેડિકલ સર્ટિફિકેટ બનાવતો હોવાનું પણ ખૂલ્યું છે. હાલ આરોપીઓ પાસેથી કમ્પ્યુટરમાં રહેલા તમામ ડેટા એકઠા કરવામાં આવી રહ્યાં છે. પોલીસને આરોપીઓની પૂછપરછમાં ૧૨૮૨ તબીબોના ડેટા મળ્યા છે. આ સાથે હવે પોલીસની ટીમ બોગસ તબીબોને પકડવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાશે. વિગતો મુજબ આરોપીઓએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બોગસ મેડિકલ સર્ટિ બનાવી આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.