San Francisco, તા.16
વિશ્વ વિખ્યાત પદ્મ વિભુષણ, તબલા નવાઝ ઉસ્તાદ ઝાકીર હુસૈનએ દેશ અને દુનિયામાં કરોડો ચાહકોને થાપ આપીને અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી હૃદયની બિમારીથી પીડાતા હતા.
તેમની વય 73 વર્ષની હતી. સાન ફ્રાન્સિસ્કોની હોસ્પીટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ તેમની હાલત સતત કથળતી જતી હતી. આખરે ગઈકાલે તેમનું નિધન થઈ ગયુ હતું.
ઉસ્તાદ ઝાકીર હુસેનની તબીયત વધારે ગંભીર બની જતા દેશ-દુનિયામાંથી તેમના માટે દુઆઓ શરૂ થઈ ગઈ હતી.પણ મોડીરાત્રે તેઓ તબલાને મૌન છોડીને જતા રહ્યા હતા. તેમના નિધન ઉપર સંગીત સૃષ્ટિના મહારથીઓથી લઈ રાજકીય અગ્રણીઓએ શોક પ્રગટ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ઝાકીર હુસૈનનો જન્મ તા.9 મી માર્ચે 1951 માં મુંબઈમાં થયો હતો. ઉ.ઝાકીર હુસૈનને 1988 માં પદ્મશ્રી, 2002 માં પદ્મભુષણ તથા 2023 માં પદ્મ વિભુષણનુ સન્માન મળ્યુ હતું. તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળી ચુકયા છે.
તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લારખાં તથા માતાનું નામ બીબી બેગમ હતું. ઉ.ઝાકીર હુસૈન તેમનું પ્રારંભીક શિક્ષણ મુંબઈનાં માહીમની સેન્ટ માઈકલ સ્કુલમાં મેળવ્યુ હતું અને ગ્રેજયુએશન સેન્ટ ઝેવીયર્સમાંથી કર્યું હતું. 1973 માં તેમણે પોતાનું પહેલૂ આલ્બમ ‘લીવીંગ ઈન ધ મટીરીયલ વર્લ્ડ લોંચ કર્યું હતું.
13 વર્ષિય ઝાકીર હુસેન, ઈડીયોપેનિક પલ્મોનરી કારબઓસીસ બિમારીથી પીડાતા હતા અને કેટલાંક દિવસોથી સાન ફ્રાન્સિસ્કોની હોસ્પીટલનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
ગઈરાત્રે હાલત અત્યંત નાજુક બની જતા પરીવારે દુઆ કરવાની અપીલ કરી હતી.તેમના નિધનના સમાચાર વિશે કલાકો સુધી કન્ફયુઝન રહ્યું હતું છેવટે તેમનાં પરીવારે નિધનની પૃષ્ટિ કરતાં દુનિયાભરનાં પ્રસંસકો તથા સંગીત જગતમાં શોક આઘાત સર્જાયો હતો.
સૌ પ્રથમ પત્રકાર પરવેઝ આલમે ઝાકિર હુસૈનની તસ્વીર ટવીટ કરીને લખ્યુ હતું કે ‘તબલાવાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા તથા મહાન તબલાવાદક લારખાના પુત્ર ઉસ્તાદ ઝાકીર હૂસૈનની તબિયત સારી નથી.’ ત્યારબાદ તેમનાં નિધનના સમાચાર ફેલાયા હતા ત્યારે તેમની તબિયત સ્થિર રહેવાનું અને હજુ જીવીત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. છેવટે તેમનાં પરિવારે નિધનની પૃષ્ટિ કરી હતી.
11 વર્ષની ઉંમરે જ કેરીયરની શરૂઆત કરનાર ઝાકીર હુસૈનને કારકીર્દી દરમ્યાન રવિશંકર અલી અકબર ખાન, શિવકુમાર શર્મા સહીત ભારતનાં લગભગ તમામ પ્રતિષ્ઠિત-મહાન કલાસીકલ કલાકારો સાથે કામ કર્યું હતું.
યો-યો માં ચાર્લ્સ લોયડ, બેલા ફલેક, એડગર મેયર, મીકી હાર્ટ, અને જયોર્જ હૈસીસન જેવા વેસ્ટર્ન કલાકારો સાથે ભારતીય સંગીતનું મીશ્રણ કરીને આંતર રાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડયુ હતું. વૈશ્વિક સાંસ્કૃતિક રાજદુત તરીકે ગણના પામ્યા હતા 1973 માં પોતાનું પ્રથમ આલ્બમ લીવીંગ ઈન ધ મેટેરિયલ વર્લ્ડ લોંચ કર્યું હતું.
તેઓને ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા હતા. ઉપરાંત 1988 માં પદ્મશ્રી, 2002 માં પદ્મભુષણ તથા 2023 માં પદ્મવિભિષણથી નવાજમાં આવ્યા હતા.