ધમકીને પગલે યુવતી એસીડ પી લીધું, આરોપીની ધરપકડ
Morbi તા.૧૬
મોરબીમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી એક ઇસમેં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા ભોગ બનનારે ફોન કરતા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આખા ખાનદાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતી એસીડ પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી મોરબીમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીએ તાલુકા પોલીસ મથકમાં આરોપી વૈભવ નીલેશ ભોરણીયા (ઉ.વ.૨૫) રહે હાલ કન્યા છાત્રાલય રોડ મોરબી મૂળ રહે જુના દેવળિયા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી વૈભવે ભોગ બનનાર યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને ભોગ બનનાર યુવતીની જાણ બહાર બીજી છોકરી સાથે સગાઇ કરી લીધી હતી જેથી ભોગ બનનારે ફોન કરતા ફોન પર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી યુવતીને ફરી વખત ફોન કરીશ તો આખા ખાનદાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતીને લાગી આવતા એસીડ પી લીધું હતું
જેને પગલે યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી અને આરોપીના મોબાઈલ નંબરની કોલ ડીટેઇલ મેળવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછમાં યુવતી સાથે પોતાના ઘરે તેમજ માળિયા બાજુ અવાવરૂ જગ્યાએ તેમજ મિત્ર નયનના ઘરે અને રામ કલીનીકમાં શરીર સંબંધ બાંધ્યાની કબુલાત આપી હતી પોલીસે આરોપીને ઝડપી લઈને બનાવ સમયે પહેરેલ કપડા, મોબાઈલ ફોન અને બનાવમાં ઉપયોગ કરાયેલ વાહન કબજે લઈને વધુ તપાસ ચલાવી છે