Morbi તા.૧૬
મકનસર નજીક ટ્રેક્ટરના ઠાઠાના ભાગે ટ્રક ટ્રેઇલર ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી અન બાદમાં મહિલાનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ પંચમહાલ જીલ્લાના વતની અને હાલ પીપળી ગામે રહીને મજુરી કરતા દિલીપભાઈ રતિલાલભાઈ મુનિયાએ ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૭-૧૦ ના રોજ વહેલી સવારના સુમારે ફરિયાદી ટ્રેક્ટર લઈને જતા હતા જેની ટ્રોલીના પાછળના ભાગે પત્ની ઉમાબેન બેઠા હતા ત્યારે મકનસર ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે ટ્રેક્ટર સાથે જોડેલ ટ્રોલીના ઠાઠાના ભાગે ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી દિલીપભાઈને અને પત્ની ઉમાબેન (ઉ.વ.૩૧) વાળાને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને ગંભીર ઈજાને કારણે ઉમાબેન પથારીવશ હતા જેને સારવારમાંથી રજા આપી દીધા બાદ ગત તા. ૦૫-૧૨ ના રોજ વતનના ગામમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે