Morbi તા.૧૬
હરિપર નજીક આવેલ દરિયાના ક્રિકમાંથી અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવતા માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે માળિયાના આંકડિયા વાંઢ વિસ્તારમાં રહેતા વલીમાંમદ આમદ કટિયાએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત તા. ૧૪ નાર ઓજ બપોરના સુમારે આક્ડીયા વાંઢ પાસે હરીપર ગામ નજીક માળિયાના દરિયા ક્રિકમાંથી અજાણ્યો પુરુષ બાળક આશરે ૧૦ થી ૧૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો છે બનાવને પગલે માળિયા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે