Morbi તા.૧૬
માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા ઈસમને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજસ્થાનથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન માળિયા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપી નારાયણસિંહ કિશોરસિંહ રાવલ રહે ભીંડર ગામ રાજસ્થાન વાળો હાલ તેને મકાન ખાતે હોવાની બાતમી મળતા ટીમ રવાના કરી હતી અને મકાન ખાતેથી આરોપી નારાયણસિંહ રાવલને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે