Morbi તા.૧૬
શોભેશ્વર રોડે પરના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની અલગ અલગ બ્રાંડની ૧૮૯ બોટલ અને મોબાઈલ સહીત ૯૬ હજારથી વધુનો મુદામાલ કબજે લઈને એક આરોપીને ઝડપી લીધો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી પાસે રહેતા અજીત બણોધરાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૮૯ કીમત રૂ ૯૧,૪૬૭ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૯૬,૪૬૭ ના મુદામાલ સાથે આરોપી અજીત બચુભાઈ બણોધરાને ઝડપી લીધો હતો અન્ય આરોપી વિપુલ સોમાભાઈ લોદરીયા રહે ગોપાલગઢ તા. ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે