Rajkot તા. ૧૬
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનાના આરોપી રાજકોટના જામગઢમા રહેતા સંજય શંભુભાઈ મેઘાણીને પોક્સો કોર્ટ (ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ રાજકોટ) દ્વારા ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પી.આઈ.ની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટના જામગઢ ગામે રહેતા સંજય શંભુભાઈ મેઘાણી સામે આઈ.પી.સી.ની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સોની કલમ-૩, ૪ મુજબ ગુનો નોંધાયેલો છે.