Rajkot તા.૧૬
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન પ્રીમીયર એકેડેમીક એન્જીનીયરીંગ ઈન્સ્ટીટયુટ દ્વારા ચલાવાતા એન્જીનીયરીંગના અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓ વધુ સ્કીલ ડેવલપ કરી શકે તે હેતુસર સ્પેશ્યલાઇઝેશન વિષયોના અભ્યાસક્રમ ની આવશ્યકતા પુરી પાડવા માટે માઈનોર/ઓનર ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. નેશનલ એજયુકેશન પોલીસી-ર૦ર૦ અંતર્ગત ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા પણ આ પ્રકારના વિશેષ કોર્સ શિખવવા ભલામણ કરાયેલ છે. આ વિશે વધુ વાતચીત કરતા વી.વી.પી. ના ટ્રસ્ટીશ્રી નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, માઈનોર/ઓનર ડીગ્રી પ્રોગ્રામમાં એન્જીનીયરીંગ નાં વિદ્યાર્થીઓ ચોથા, પાંચમા, છઠા અને સાતમા સેમેસ્ટર ની અંદર સ્પેશિયલાઇઝેશન વિષય ભણશે તથા તેની પરીક્ષા પાસ કરી વધારાની ક્રેડિટ મેળવી શકશે. આથી તેમના ચાર વર્ષના અભ્યાસક્રમ અને મળતી ડીગ્રી સિવાય વધારાની માઈનોર/ઓનર ડીગ્રી સ્પેશિયલાઇઝેશન વિષય પર મળવા પાત્ર થશે. આ માઈનોર/ઓનર ડિગ્રી મેળવવા માટે તેઓએ જે તે કોલેજમાં કોઈ વધારાની ટયુશન ફી આપવાની રહેતી નથી. આવા વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી એટલે કે પોતાના વિષયની એક ડિગ્રી તથા માઈનોર/ઓનર ની ડીગ્રી મળવા પાત્ર રહેશે. આ માઈનોર/ઓનર ડિગ્રી તેમના ભવિષ્યમાં મળવા પાત્ર પ્લેસમેન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી રહેશે. આથી સર્વેને જણાવતા વિશેષ આનંદ છે કે સેોરાષ્ટ્રની ખ્યાતનામ ર૦૧૪, તથા ર૦ર૪ માં નેશનલ એવોર્ડ મેળવેલ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ તમામ નિયમોને ફુલફીલ કરી વર્ષ ર૦ર૪-રપ થી માઈનોર/ઓનર ડીગ્રી પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહેલ છે. આ માટે જી.ટી.યુ. તરફથી તાજેતરમાં વી.વી.પી.ને એપ્રુવલ મળી ગયેલ છે. આ વર્ષથી મીકેનીકલ એન્જીનીયરીંગમાં ૩ પ્રિન્ટિંગ ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ માં ઈલેકટ્રીકલ એન્ડ કોમ્પ્યુટર, કેમિકલ એન્જીનીયરીંગમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોસેસ સેફટી, સીવીલ એન્જીનીયરીંગ માં કોમ્પ્યુટર એઈડેડ સીવીલ એન્જીનીયરીંગ પ્રોસેસીસ અને ઈ.સી. વિભાગદ્વારા ઈન્ટરનેટ ઓફ થીંગ્સ વિષયના માઈનોર/ઓનરડિગ્રી કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આથી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને તેમના પ્લેસમેન્ટમાં ખૂબ મોટો ફાયદો થશે અને તેમના પ્રોફેશનલ કેરીયર માં ખૂબ જ ઉપયોગી બનશે. આ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાએ વિદ્યાર્થીઓ વધુમાં વધુ સક્ષમ બને તે માટે શુભેચ્છા પાઠવેલ છે.