Morbi,તા.17
મોરબી તાલુકાના પાવડીયાર્રી નજીક આવેલ સિરામિકમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ૫ વર્ષની બાળકીનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ એમપીના વતની અનિલભાઈ ભીલાલાની ૫ વર્ષની દીકરી પરી ગત તા. ૨૯-૧૦ ના રોજ સાપર ગામની સીમમાં પાવડીયારી પાસે આવેલ સ્ટ્રોજન સિરામિકમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે