Morbi,તા.17
શનાળા ગામ નજીક ટ્રક ચાલકે કારને ઠોકર મારી હતી જે અકસ્માતને પગલે કાર પલટી મારી ગઈ હતી જેથી કારમાં સવાર બેને ઈજા પહોંચી હતી
મોરબીના ટીંબડી પાટિયે હરી સોસાયટીમાં રહેતા અનિલભાઈ નવઘણભાઈ લીમ્બડીયા (ઉ.વ.૩૧) વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઈવે પર શનાળા ગામ નજીક નવા બનતા કોર્ટ બિલ્ડીંગ પાસેથી કાર લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી જે અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી જેથી કારમાં સવાર ફરિયાદી અનિલભાઈ સહીત બેને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે