Mumbai, 17
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ તેના આઈપીઓની ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 23 ડિસેમ્બર, 2024 રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 18 ડિસેમ્બર, 2024 રહેશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 269થી રૂ. 283 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 53 ઇક્વિટી શેર્સમાં તથા ત્યારબાદ 53 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઓફરમાં રૂ. (.) મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 70,000 સુધીના ઇક્વિટી શેર્સ અનામત રાખવાનો સમાવેશ થાય છે (લાયક ઠરેલા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે ઓફર પછીની પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલના (.) ટકા સુધી ધરાવતા. ઓફરમાંથી એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન બાદ કરતાં જે વધે તેને અહીં Net Offer ગણવામાં આવે છે. ઓફર અને નેટ ઓફર અમારી કંપનીની ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના અનુક્રમે (.) ટકા અને (.) ટકા હિસ્સો ધરાવશે.