Veraval,તા.18
વેરાવળ કોર્ટમાં ચેક રીટર્ન અંગેના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને વળતરની રકમ રૂા.બે લાખ ચુકવવાનો હુકમ થયેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ અખ્તર એચ.ખાન એ જણાવેલ કે, યુનાઈટેડ ફુડસ ના પાર્ટનર તેમજ ઓથોરાઈઝડ સીગનેચરી રીયાઝ અઝીઝભાઈ પાણાવઢુ રહે.ગ્રીન પાર્ક સોસાયટી આઈ.ડી.ચૌહાણ સ્કૂલની સામે તાલાલા રોડ વેરાવળ વાળા મચ્છીનો વ્યવસાય કરતા હોય.
વેરાવળ મુકામે રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા ફરીયાદી અલાના આમીર આહમદ સાથે મિત્રતા હોય અને નાણાંની જરૂરિયાત ઉભી થતાં મિત્રતાના સંબંધે રોકડા રૂા.બે લાખ હાથ ઉછીના લીધેલા અને તેની સામે ચેક આપેલો જે ચેક બેન્કમાંથી ખાતું બંધ હોવા સબબ પરત ફરતા આ અંગે નોટિસ વકીલ મારફત આપેલ હોય તેમ છતાં તેનો જવાબ ન આપતા અંતે એડવોકેટ અખ્તર એચ.ખાન મારફત વેરાવળના ચીફ જ્યુડી.મેજી.કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરીયાદ દાખલ કરેલ.
જે કેસ પ્રિન્સીપાલ સીવીલ જજ અને એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.એસ.સુતરીયા ની કોર્ટમાં ચાલી જતાં આરોપી યુનાઈટેડ ફુડસના પાર્ટનર તેમજ ઓથોરાઈઝડ સીગનેચરી રીયાઝ અઝીઝભાઈ પાણાવઢુ ને તકસીરવાર ઠેરવીને એક વર્ષની કેદની સજા તેમજ રૂા.બે લાખ પુરા ફરીયાદીને વળતર પેટે ચુકવવાનુ હુકમ કરેલ છે.