Rajkot,તા.18
હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર મકરસંક્રાંતિ નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત
મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. તેને શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ સમયગાળો દાન, પુણ્ય અને યાત્રાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે લોકોની ભાવનાઓને હાનિ ન પહોચે તે માટે હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર મકરસંક્રાંતિ નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ સાથે જ માંસ, મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય મિતલ ખેતાણી દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે.