Morbiતા.૧૮
ઘૂટું ગામ નજીકથી એકટીવા લઈને કડિયા કામ કરવા જતા વૃદ્ધને ડમ્પર ચાલકે ઠોકર મારતા ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર થોડે આગળ મૂકી ચાલક નાસી ગયો હતો ત્રાજપર ખારી અનંત સોસાયટીમાં રહેતા બાબુભાઈ બીજલભાઈ મગવાનીયા (ઉ.વ.૭૦) વાળાએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી બાબુભાઈ તેનું એકટીવા લઈને વીડી જાંબુડિયા ગામે નવા બનતા મંદિરનું કડિયા કામ કરવા જતા હતા ત્યારે હળવદ હાઈવે પર ઘૂટું ગામ નજીક ડમ્પર ચાલકે એકટીવાને ઠોકર મારતા પડી જતા બાબુભાઈને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ પોતાનું ડમ્પર થોડે આગળ મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે