Morbiતા.૧૮
શહેરના સામાકાંઠે રહેતા ૪૫ વર્ષીય આધેડ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે મોરબીના સામાકાંઠે સો ઓરડીમાં રહેતા રમેશભાઈ ગીધાભાઈ કગથરા (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૭ ના રોજ બપોરના સુમારે પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે